અરવલ્લીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election)લઈને અરવલ્લી બેઠક પર શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું વિસ્ફોટક નિવેદન ચર્ચાના ચગડોળે ચડ્યુ છે. મંચ પરથી સભાને સંબોધતા જગદીશ ઠાકોરે પોલીસને ગર્ભિત(statement about Gujarat police) ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ2જી જૂને હાર્દિક પટેલ ભાજપમાં ભળશે, તો બીજી તરફ કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે
જગદીશ ઠાકોરે પોલીસને આડે હાથે લીધી -અમારી સરકાર આવશે તો આવા પોલીસ અધિકારીઓને કપડા વગર 500 મીટર દોડાવીશું. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કોંગ્રેસનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસને આડે હાથે લીધી હતી. જગદીશ ઠાકોરે પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા.
અધિકારીઓએ ભાજપની ચડ્ડી પહેરી -જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે પોલીસ વિભાગમાં(Gujarat Police) 5 ટકા અધિકારીઓએ ભાજપની ચડ્ડી પહેરી છે અને અમારી સરકાર આવશે તો આવા પોલીસ અધિકારીઓને કપડા વગર 500 મીટર દોડાવીશું. ભરતસિંહ અંગે મિડિયામાં માત્ર અમુક જ અંશો કેમ બતાવવામાં આવે છે. આ ઉપરાંત તેમણે ભરતસિંહના વાયરલ વિડોયો અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે મિડીયામાં માત્ર અમુક જ અંશો કેમ બતાવવામાં આવે છે.
આ પણ વાંચોઃપૂર્ણેશ મોદીનું નિવેદન : 1965માં યુદ્ધ બાદ કોંગ્રેસ ભારતનો સરક્રિક વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવા માંગતી હતી
જગદીશ ઠાકોરના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા -કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના(Jagdish Thakor) પોલીસ ઉપરના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા આવી છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ જણાવ્યું કે ગુજરાત પોલીસ અબજો રૂપિયાનો ડ્રગ્સ પકડે છે. ખુનના ગુના એક જ દિવસમાં ઉકેલે છે. મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત રીતે ફરી શકે છે. કોંગ્રેસ નિરાશ છે એટલે આવી ટિપ્પણીઓ કરે છે. જે વ્યાજબી નથી.