ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્યને કર્યા રીપીટ - ગુજરાત વિધાનસભા ચૂંટણી

અરવલ્લીની 3 બેઠકો પૈકીની એક 31 મોડાસા વિધાનસભા બેઠક માટે આખરે ઉમેદવાર જાહેર કરી દેવામાં (Gujarat Congress repeat Candidates) આવ્યા છે. 2 ટર્મથી વિજઇ થનાર સીંટીગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શિવુ સિંહ ઠાકોર (Gujarat assembly Election 2022) પર પાર્ટીએ કળશ ઢોળ્યો છે.

Etv Bharatમોડાસા બેઠક માટે કોંગ્રેસે સીટીંગ ધારાસભ્યને કર્યા રીપીટ
Etv Bharatમોડાસા બેઠક માટે કોંગ્રેસે સીટીંગ ધારાસભ્યને કર્યા રીપીટ

By

Published : Nov 14, 2022, 1:00 PM IST

અરવલ્લી: મોડાસા વિધાનસભા બેઠક પર (Gujarat assembly Election 2022) મોડાસાના ધારાસભ્યરાજેન્દ્રસિંહઠાકોરને રીપિટ (Modasa MLA Rajendrasinh Thakor repeat) કરાયા છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ફરીથી ટિકિટ આપતા (Gujarat Congress repeat Candidates) પરિવારજનોમાં ખુશી પ્રસરી છે. મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને વર્ષ 2012, 2027 અને હવે 2022 માં ટિકિટ આપવામાં આવી છે. ક્ષત્રિય ઠાકોર સમાજના ચહેરા તરીકે ફરીથી કૉંગ્રેસે ઉમેદવાર જાહેક કર્યા છે. છેલ્લા ઘણાં દિવસથી અરવલ્લી જિલ્લામાં કૉંગ્રેસના ઉમેદવારોની ટિકિટને લઇને કોકડું ગૂંચવાયું હતુ. ત્યારે મોડાસા વિધાનસભા બેઠક પર રાજેન્દ્રસિંહ ઠાકોરને જાહેર કરાતા અટકળોનો અંત આવ્યો છે.
ચૂંટણીનુ પરિણામ:સાબારકાંઠાથી વિભાજીત કરી તારીખ 15 ઓગષ્ટ 2013માંઅરવલ્લી જિલ્લાનું સર્જન થયુ હતું અને માઝુમ નદીના કાંઠે વસેલા મોડાસાને મુખ્ય મથક બનાવામાં આવ્યુ હતું. મોડાસમાં છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસ પક્ષના રાજેંદ્ર સિહ ઠાકોર વિજય થયા છે. વર્ષ 2012માં તેમણે ભાજપના 4 વખતના ધારસાભ્ય દિલીપ સિંહ પરમારને 22858 મતથી હરાવ્યા હતા. જ્યારે ૨૦૧૭માં પરમાર ભીખુસિંહજી ચતુર્થીસિંહજીની સામે 1640 મતની પાતળી સરસાઇથી જીત હાંસલ કરી હતી.
મોડાસાની બેઠક જાહેર:અત્રે નોંધનીય છે કે, અરવલ્લીની 3 બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે. જોકે આ વખતે સમીકરણો બદલાયા છે. જેમાં ભિલોડામાં 5 ટર્મથી વિજેતા સ્વ. ડૉ. અનીલ જોષીયારાનું નિધન થયુ છે. જ્યારે બાયડ બેઠક પરથી મહેંદ્રસિંહ વાધેલાની ટિકિટ આપવામાં આવશે તેવી અટકળોથી સીટીંગ ધારાસભ્ય જશુભાઇ પટેલ નારાજ ચાલી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details