ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રકૃતિના ખોળે મતદાન, લોકોમાં પ્રેરણા ઊભી થાય તેવો પ્રયાસ - Second phase polling 2022

અરવલ્લીમાં ઇક્કો ફ્રેન્ડલી બુથ પર મતદાતાઓને (Second phase polling 2022) પ્રોત્સાહન આપીને મતદાનની શરૂઆત થઈ હતી. ત્યારે આ બુથ લોકોમાં (Eco friendly booth in Aravalli) અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.(Gujarat Assembly Election 2022)

પ્રકૃતિના ખોળે મતદાન,  લોકોમાં પ્રેરણા ઊભી થાય તેવો પ્રયાસ
પ્રકૃતિના ખોળે મતદાન, લોકોમાં પ્રેરણા ઊભી થાય તેવો પ્રયાસ

By

Published : Dec 5, 2022, 1:21 PM IST

Updated : Dec 5, 2022, 1:47 PM IST

અરવલ્લી: લોકશાહીના અવસર સમી રાજ્ય વિધાનસભાની ચૂંટણી 2022ના (Second phase polling 2022) બીજા અને આખરી તબક્કાના મતદાનની ગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે. ચૂંટણી પંચ દ્વારા વિવિધ થીમ પર મતદાન બુથ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે અરવલ્લીમાં ઇક્કો ફ્રેન્ડલી બુથ પર મતદાતાઓને પ્રોત્સાહન આપીને મતદાનની શરૂઆત કરવામાં આવી હતી. (Eco friendly booth in Aravalli)

આ બુથની વિશેષતા એ છે કે, ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલનો (Second phase polling in Aravalli) વપરાશ કરવામાં આવશે નહીં. મહત્તમ કામ કાગળનાં ઉપયોગથી કરવામાં આવશે. આ મતદાન મથકોની તમામ પ્રક્રિયાઓમાં ઇક્કો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરાશે. પ્રતિબંધિત પ્લાસ્ટિકથી દૂર રહી ઇક્કો ફ્રેન્ડલી બુથની લોકોમા પ્રેરણા ઊભી થાય તેવો પ્રયાસ થશે. (Aravalli assembly seat)

3 બેઠક પર કુલ મતદારોઅરવલ્લી જિલ્લામાં 1062 મતદાન મથક પર (Voters in Aravalli) ચૂંટણી યોજવામાં આવી રહી છે. જિલ્લાની કુલ 3 વિધાનસભા બેઠક પર કુલ 8,30,547 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. તે માટે કુલ 1062 મતદાન મથકો છે, જ્યારે 1360 EVM અને Vivipetની ફાળવણી કરાઈ છે. આ સંપૂર્ણ કામગીરી માટે કુલ પ્રિસાઈડીંગ અને નોડલ સહિત 4673નો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. જિલ્લામાં 278 બુથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે. ત્રણે વિધાનસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી થાય તે માટે 3800 પોલીસ સ્ટાફ સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

Last Updated : Dec 5, 2022, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details