ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયડ વિધાનસભા બેઠક, અરવલ્લીમાં કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો બની રહી છે આ બેઠક - જશુભાઈ પટેલની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક (Bayad Assembly Seat) વિશે.

બાયડ વિધાનસભા બેઠક, અરવલ્લીમાં કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો બની રહી છે આ બેઠક
બાયડ વિધાનસભા બેઠક, અરવલ્લીમાં કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો બની રહી છે આ બેઠક

By

Published : Sep 15, 2022, 11:45 PM IST

અરવલ્લી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે સત્તા પક્ષ દ્રારા તમામ 182 સીટો પર ભગવો લહેરાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.પરંતુ સત્તા પક્ષની આશા સામે કોઇ અવરોધ હોય તો તે છે અરવલ્લીની ત્રણ વિધાનસભાની બેઠકો. જ્યાં છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના હાથમાં અભેદ્ય કિલ્લો બની રહી છે. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં અરવલ્લીની ત્રણ બેઠકો પર કોઇ પણ વેવની અસર જોવા મળી નથી, તેમાંની એક બાયડ વિધાનસભા સીટ (Bayad Assembly Seat) છે જ્યાં વર્ષ 2012થી (Assembly seat of Bayad ) કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે.

અરવલ્લી જિલ્લાની આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ કામ કરે છે

બાયડ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી બાયડ ર્વિધાનસભા બેઠક (Bayad Assembly Seat)માં કુલ 242861 મતદારો છે જેમાં 124453 પુરૂષ મતદારો, 118407 સ્ત્રી મતદારો તેમજ 1 અન્ય મતદાર છે. જે ગત વખતની સરખામણીમાં 20152 મતદારોનો વધારો સુચવે છે. જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો આ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ ઠાકોર સમાજ અને ત્યાર બાદ પટેલ સમાજની વસ્તી નોધપાત્ર છે. જેથી રાજકીય પક્ષો કેટલાય વર્ષોથી મતવિસ્તારમાં ઠાકોર સમાજના ઉમેદવારોની પસંદગી કરે છે. 1998 બાદ 2019માં 20 વર્ષ પછી ક્ષત્રિય ઉમેદવાર સામે પટેલ જ્ઞાતિના ઉમેદવારની જીત થઇ હતી.

આ વિસ્તારમાં ઠાકોર અને પટેલ સમાજની વસ્તી નોંધપાત્ર છે

અગાઉની ચૂંટણીના પરિણામઆ બેઠક પર(Bayad Assembly Seat) પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાધેલાના પુત્ર મહેંદ્રસિંહ વાધેલા કોંગ્રેસ તરફથી ભાજપના ઉદેસિંહ ઝાલા સામે ચૂંટણી લડ્યા હતાં. જેમાં મહેંદ્રસિંહ વાધેલાની જીત થઇ હતી. જ્યારે 2017માં કોંગ્રેસના મેન્ડેટ પર ધવલસિંહ ઝાલા ( Dhavalsinh zhala Seat )અને ભાજપ તરફથી અદેસિંહ ચૌહાણ ચૂંટણી લડ્યા હતાં. જેમાં પર ધવલસિંહ ઝાલાને 79556 અને અદેસિંહ ચૌહાણને 71655 મતો મળતા ભાજપની હાર થઇ હતી. વર્ષ 2017માં યોજાયેલ ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2017) ધવલસિંહ કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા હતાં. ત્યારબાદ તેમણેે અલ્પેશ ઠાકોરના સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019માં ભાજપ તરફથી પેટા ચૂંટણી લડી હતી. આ વખતે તેમને 64854 મતો મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના જશુભાઇ પટેલને ( Jashubhai Patel Seat ) 65597 મતો મળતા કોંગ્રેસની જીત થઇ હતી.

ક્વોરી ઉદ્યોગને લઇને બાયડ તાલુકો સમગ્ર ગુજરાતમાં જાણીતો છે

બાયડ વિધાનસભા બેઠકની ખાસિયત આ બેઠકના (Bayad Assembly Seat) બાયડ તાલુકા મોટા પ્રમાણમાં કાળા પથ્થરની ક્વોરીઓ છે જેમાંથી બાંધકામ માટે કપચી બનાવવામાં આવે છે. ક્વોરી ઉદ્યોગને લઇને બાયડ તાલુકો સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. આ ઉપરાંત આ વિસ્તાર ખેતી ક્ષેત્રે પણ અગ્રેસર છે. તાલુકામાંના બાયડ નગરમાં એપીએમસી આવેલ છે. આ વિસ્તારમાં ખેડૂતો મુખ્યત્વે મગફળી,ઘઉ, મકાઇ,ચણા બજારી તેમજ બાગાયતી ફળો જેવા કે બોર, આમળા અને ઝામફળ પકવે છે. આ વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણી માટે વાત્રક ડેમ આવેલ છે.

ક્વોરી ઉદ્યોગને લઇને થતી સમસ્યાઓ સામે ભારે રોષ છે

બાયડ વિધાનસભા બેઠકનીમાગ આ વિસ્તારમાં (Bayad Assembly Seat) ક્વોરી ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે . બાયડના સાંઠબા પંથકના લોકોનો આક્ષેપ છે કે પર્યાવરણના નિયમો નેવે મુકી ખનન કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે આ વિસ્તારમાં કેટલાય લોકો ટી.બી, બહેરાશ ,પથરી અને આંખોની પડળો સફેદ થઇ જવા જેવી બિમારીઓથી પીડાઇ રહ્યા છે. સાંઠબા તેમજ અન્ય ક્વોરીવાળા વિસ્તારના લોકોની માંગ છે કે મનસ્વી રીતે ખનન કરનાર એકમો સામે કાયદેશરની કાર્યવાહી કરવામાં આવે. તો બીજી તરફ કેટલાય વિસ્તારોમાં સિંચાઇ તેમજ પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ઉનાળામાં મોટા ભાગના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા આજ દિન સુધી ઉકેલાઇ નથી.

ABOUT THE AUTHOR

...view details