ભિલોડા: આ મામલામાં શામળાજી પોલીસની જીપ અને કર્મચારી પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો. ટોળાએ પોલીસકર્મીઓને બિભસ્ત ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ પર હુમલો થતા જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચીને અસામાજિક તત્ત્વોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજી પોલીસે 6 શખ્સ, 2 મહિલાઓ અને ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.
શામળાજી નજીક આવેલા ગોઢઅઢેરા ગામે અર્જુન શીવા ક્લાસવાના ખેતરમાં ગામના અન્ય શખ્સે ખેતરમાં ટ્રેકટર હંકારતા અર્જુને ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાદ 50 થી વધુ લોકોએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અર્જુન ક્લાસવાના ઘરે પહોંચી પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.