અરવલ્લીઃ મેઘરજમાં સોમવાર મોડી રાત્રે એક વ્યક્તિ પુર ઝડપે બાઈક હંકારી રહ્યો હતો. જ્યાં બજાર વચ્ચે બાળક અડફેટે આવતા આવતા બચી ગયો હતો. જે દરમિયાન બાઈક ચાલકને એક વ્યક્તિએ બાઈક ધીમું ચલાવવા સુચન કર્યું હતું. આ સુચનને કારણે રોષે ભરાયેલા બાઈક ચાલકે સુચન આપનાર વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝગડાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું. નાના ઝગડો જુથ અથડામણમાં પરિણમ્યો હતો. જે કારણે આખા બજારમાં અજંપો ભરેલી સ્થિતિ ઉભી થઇ હતી. કેટલીક જગ્યાએ પથ્થરમારાના બનાવ પણ બન્યા હતા.
અરવલ્લીના મેઘરજમાં સામાન્ય બાબતે જૂથ વચ્ચે અથડામણ - અથડામણ
મેઘરજમાં વાહન ધીમે ચલાવવાનું કહેતા બાઈક ચાલકે ઝગડો શરૂ કર્યો હતો. આ ઝગડાએ બાદમાં જૂથ અથડામણમાં પરિણમ્યો હતો. જેમાં કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જૂથ અથડામણના કારણે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાલ 7 વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
![અરવલ્લીના મેઘરજમાં સામાન્ય બાબતે જૂથ વચ્ચે અથડામણ Group clash in meghraj town of Aravalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5876092-490-5876092-1580224428814.jpg)
અરવલ્લીના મેઘરજમાં નજીવી બાબતે જૂથ વચ્ચે અથડામણ
અરવલ્લીના મેઘરજમાં નજીવી બાબતે જૂથ વચ્ચે અથડામણ
મેઘરજમાં જોત જોતામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં કુલ ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ હાલ સારવાર હેઠળ છે. આ મામલે સાત વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.