- અરવલ્લીમાં કાર્યરત સરકારી દવાખાના
- વિના મુલ્યે ઇલાજ કરવામાં આવે છે
- આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ્સ પણ કાર્યરત
અરવલ્લી: સરકાર દ્વારા પ્રજાને આરોગ્યને લગતી સેવાઓ આપવામાં માટે જાહેર આરોગ્ય કેન્દ્રો ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ કેન્દ્રોનું સંચાલન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા કરે છે. આ કેન્દ્રોમાં ડોકટર , નર્સ તેમજ અન્ય સ્ટાફ કાર્ય કરે છે. આ ઉપરાંત કેન્દ્રોમાં ફાર્માસીસ્ટ તેમ જ લેબોરેટરી આસિસ્ટન્ટ પણ કાર્ય કરે છે. અરવલ્લી જિલ્લામાં 37 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 2 અર્બન હેલ્થ સેન્ટર, 10 સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ભિલોડા ખાતે એક સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ આવેલી છે.
આ પણ વાંચો:કોરોના સામે જંગ હારનારા ડૉ. ધડુકે રોગપ્રતિકારક શક્તિ વધારવા તુલસીના ઉપયોગ અંગે જાગૃતતા પ્રસરાવી હતી
ઇ- સંજીવની યોજના
આ ઉપરાંત ઇ- સંજીવની યોજના હેઠળ જિલ્લામાં ટેલી મેડિસીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં દર્દી ફોન દ્રારા અથવા વેબ સાઇટ ચેટ દ્રારા રોગનું નિદાન કરાવી શકે છે. ઇ-સંજીવનીમાં ઓપરેટર, દર્દીને થયેલા રોગ અંગે જાણકારી મેળવી યોગ્ય દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ સેવા કોવિડ-19ના સમયે ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે. કેમ કે સામાન્ય રોગવાળા દર્દીનું નિદાન દવાખાનામાં આવ્યા વિના થઇ શકે છે.
અરવલ્લીમાં કાર્યરત સરકારી દવાખાના આ પણ વાંચો:ટીબી નિયંત્રણ માટે અસરકારક કામગીરી બદલ પોરબંદર ટીબી હોસ્પિટલને એવોર્ડ અપાશે
જાહેર આરોગ્ય કેન્દ્રો આર્શિવાદ સમાન
મોંધવારીએ જ્યારે માઝા મુકી હોય અને ખાનગી દવાખાના અતિશય ખર્ચના પગલે ઘણા ગરીબ અને મધ્યમવર્ગ ને ઇલાજ કરાવાનું ટાળતા હોય છે, ત્યારે સરકાર દ્રારા ચલાવામાં આવતા જાહેર આરોગ્ય કેન્દ્રો થોડી ઘણી ત્રુટીઓ સાથે પણ આર્શિવાદ સમાન છે.