સામાન્ય નાગરિકોના લાભાર્થે સરકાર દ્વારા અઢળક યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પરંતુ છેવાડાના લોકો આ યોજનાના લાભથી વંચિત રહી જતા હોય છે. વીડિયોમાં મેઘરજના લાલપુર ગામના લોકો વાહનમાંથી દુધની થેલીઓ પાણીમાં વહાવી રહ્યા છે અને તેઓ મસ્તી કરતા પણ જોવા મળે છે. જ્યારે થોડાક સમય પહેલા મેઘરજના રોલેશ્વર મહાદેવ મંદિર પાસેના ખાડામાં કોઈ અજાણી વ્યક્તિએ દૂધ સંજીવની યોજનાની દૂધની થેલીઓનો બગાડ કરતો હોય તેવુ દ્રશ્ય સામે આવ્યુ હતું. આ થેલીઓ પાસે દુર્ગંધ આવી રહી હતી. ગુજરાત સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં પાંચ દિવસ 200 મિલીગ્રામ ફલેવર્ડ દૂધ વિતરણ કરવામાં આવે છે. સરકારી શાળામાં દૈનિક બાળકદીઠ એક પાઉચના 7.50ના ધોરણે ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. સરકાર કરોડો રુપિયા દુધ પાછળ ખર્ચે છે, પરંતુ તાલુકા મથકના અધિકારીઓ દુધ વિશે જાત માહિતી મેળવતા નથી. દુધની અંદાજે 500 જેટલી થેલીઓ રસ્તાની સાઇડ પર પડેલી જોવા મળી હતી.
અરવલ્લીમાં સરકારની દૂધ સંજીવની યોજના પર ફરી વળ્યાં પાણી
અરવલ્લીઃ શાળાના બાળકોને શિક્ષણની સાથે પોષણક્ષમ આહાર મળી રહે અને આવનારી પેઢી કૂપોષણથી ન પીડાય તે હેતુથી શાળાઓમાં અને આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન અને દૂધ સંજીવની યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા દુધ સંજીવની યોજાના હેઠળ બાળકોને આપવામાં આવતુ દૂધ કચરામાં અથવા તો પાણીમાં વહાવી દેવાના વીડિયો સામે આવ્યા છે.
સરકારની યોજનાઓ શરૂ થયા પછી અધિકારીઓ આ અંગેની દેખરેખ રાખતા નથી જેના કારણે સરકારના કરોડો રુપિયા નિર્થક વેડફાય રહ્યા છે. ભારતના અને ખાસ કરીને ગામડાના ગરીબ બાળકોને પોષણક્ષમ ખોરાક મળી રહે તેના પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને યોજના પણ ખુબ સરાહનિય છે, પરંતુ તેની યોગ્ય અમલવારી કરવાની જવાબદારી જે અમલદારો પાસે છે તેમની આળસ અને કામચોરીના કારણે શાળાના બાળકોને આપવાનું હોય તે દુધ ઉકરડામાં ઠલવાઇ રહ્યુ છે.
આ રીતે દૂધની નદીઓ રસ્તાઓ પર કેમ વહી રહી છે. જોવાનુ એ રહ્યું કે, બાળકોનાં મુખેથી કોળિયો છીનવનાર બાળ દુશ્મન સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?