અરવલ્લી: મોડાસા એક શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે, ત્યારે મોડાસાની મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલીત બી.એડ.કૉલેજે 50 વર્ષમાં સમાજને અનેક શિક્ષકો આપ્યા છે. જેથી 50 વર્ષના સફર નિમિતે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં IITE યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હર્ષદભાઈ પટેલ દ્વારા ભૂતપૂર્વ તાલીમ લઈ ચૂકેલા 17 શિક્ષકો, જેમણે બી.એડ.કૉલેજમાં તાલીમ લઈ રાષ્ટ્પતિ એવોર્ડ અને રાજ્યપાલ એવોર્ડ મેળવી કૉલેજનું નામ રોશન કરનારાને તુલસીનો છોડ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
મોડાસાની બી.એડ.કૉલેજનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો
બી.ડી.શાહ કૉલેજ ઓફ એજ્યુકેશન મોડાસા અને અને ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે વ્યાખ્યાન શ્રેણી તથા સન્માન સમારોહ યોજવમાં આવ્યો હતો.
મોડાસાની બી.એડ.કૉલેજનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો
આ 50 વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ પર વ્યાખ્યાન શ્રેણી તેમજ સન્માન સમારોહ ભવિષ્યમાં વિધાર્થીઓને પ્રેરણા આપે તેવો યાદગાર પ્રસંગ બની ગયો છે.