ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો - Siddhivinayak Temple

મોડાસાઃ અરવલ્લીમાં ગણેશજીના જન્મદિવસ માટે ખાસ 51 અને 21 કિલોની એમ કુલ મળી 72 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો

By

Published : Sep 11, 2019, 10:30 AM IST

મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવી છે, તેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર અહીં ઊમટે છે. ગણેશજીના જન્મ દિવસની ઉજવણી કરી ભક્તોને 51 કિલો આઇસક્રીમનો પ્રસાદ પણ પીરસવામાં આવ્યો હતો.

મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો
અહીં મહત્વનું છે કે, સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિમા સ્વયંભૂ છે અને 200 વર્ષ જેટલી પ્રાચીન હોવાની પણ લોકવાયકા છે. તમામ આયોજન મંદિરના પ્રમુખ રાવલ અને અર્થશાસ્ત્રી સચિન મહારાજ સહિત કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details