- મોડાસામાં જરૂરિયાત મંદ પરિવારોની મહિલાઓને સેનેટરી નેપકિન્સનું વિતરણ
- સામાજિક સંસ્થા કર્મા ફાઉન્ડેશન અને અગમ ફાઉન્ડેશન દ્વારા કામગીરી હાથ ધરાઇ
- સેનેટરી નેપકિન્સનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
અરવલ્લી :જિલ્લાના મોડાસા ખાતે જરૂરિયાત મંદ પરિવારોની મહિલાઓ અને સગીરાઓને સેનેટરી નેપકિન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોડાસાના સર્વોદયનગરના ડુંગરી વિસ્તારમાં સામાજિક સંસ્થા કર્મા ફાઉન્ડેશન અને અગમ ફાઉન્ડેશન દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓમાં માસિકને લઇને ચાલતી ગેરમાન્યતાઓથી વાકેફ કરી હતી. સેનેટરી નેપકિન્સનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેનોનો ઉપયોગ કરીને, કેવી રીતે તેનો નાશ કરવો અને સ્વચ્છતામાં કેવી રીતે યોગદાન આપવું તે અંગે પણ મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : મહિલા દિન: ટંકારાના જબલપુરમાં મહિલાઓને વોશેબલ સેનેટરી પેડનું વિતરણ