- 20 વર્ષીય યુવાનનું મોત
- અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
- ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાત્રક જનરલ હોસ્પિટલમાં ખસેડાયા
બાયડ:શનિવારે બાયડ કૉલેજ નજીક ચાર બાઈક એક બીજા સાથે અથડાતા બાયડ રતનપુર ગામના 20 વર્ષીય અતુલ પરમારનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ ઘટનામાં અન્ય બાઈક ચાલકોને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાંથી એક વાત્રકગઢ અને અન્ય 3 વ્યકતિઓ વડાગામના હોવાનું જાણવા મળ્યુ હતું. આ ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વાત્રક જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.