ઘટના જાણ થતાં સ્થાનિક લોકોએ આગ બુઝવવા ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ આગની ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે વનવિભાગ નિષ્ક્રિય સાબિત થઇ રહ્યું હોય તેવું લાગ્યું હતું. ઉનાળાની શરૂઆત થતાં જ દસથી વધારે જંગલોમાં આગની ઘટનાઓ બની છે. જેમાં વનવિભાગ બેદરકારી દાખવતું હોય તેવું લાગી રહ્યું છે.
અરવલ્લીમાં દાવાનળ રોકવામાં વન વિભાગ નિષ્ફળ - arl
અરવલ્લી : જિલ્લામાં સતત દાવાનળની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ એક આગની ઘટના મેઘરજમાં બની છે. મેઘરજના તરકવાડાના બાયડ, મોડાસા, ભિલોડા વિસ્તારમાં જંગલ અચાનક આગ લાગી હતી.
aag
ડુંગર અને જંગલમાં છાશવારે દાવાનળની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહતને પણ નુકશાન થાય છે. ત્યારે અરવલ્લી વન વિભાગ તંત્રની નિષ્ફળતાથી વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો થયો હોય તેવુ લાગી રહ્યુ છે. અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ સર્જી છે.