અરવલ્લીમાં પાણીની ટાંકીમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો - Foreign Liquor
મોડાસા: ગાંધીનગર R.R. સેલની ટીમે અરવલ્લીના મોડાસામાં જુગારધામ પર રેઇડ પાડ્યાના ૨૪ કલાક બાદ વધુ એક રેઇડ પાડી વિદેશી દારૂ ઝડપી જિલ્લા પોલીસતંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ટીમે અરવલ્લી જિલ્લાના ભિલોડાના આંબાબારના બુટલેગરના ઘરના આગળના ભાગે ઈંટોના ઢગલા નીચે બનાવેલી પાણીની ટાંકીની અંદર છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

સ્પોટ ફોટો
ભિલોડાના આંબાબાર ગામે દિલીપ પલાત નામનો બુટલેગર ઘરે જ ખુલ્લેઆમ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતીના આધારે ગાંધીનગર R.R. સેલની ટીમે છાપો માર્યો હતો. જો કે, આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. R.R. સેલની ટીમે વિદેશી દારૂ અને બિયરની 29,000 રુ.ની કિંમતની કુલ 91 બોટલ ઝડપી પાડી હતી. બુટલેગર દિલીપ સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ભિલોડા પોલીસને સુપ્રત કરવામાં આવી હતી.