અરવલ્લીઃ લોકડાઉનને પગલે પોલિસ ખડેપગે કામ કરી રહી છે. ત્યારે 24 કલાક ફરજ બજાવતા પોલિસકર્મીઓ માટે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના વિવિધ પોઇન્ટ પર તૈનાત પોલીસ કર્મચારીઓને ભોજન માટે હાલાકી પડતી હતી. તેથી જિલ્લાના તમામ વિસ્તારોમાં તૈનાત પોલીસ, હોમગાર્ડ તેમજ આર્મીના નિવૃત્ત જવાનો માટે ફૂડ પેકેટ મોડાસા ખાતે આવેલી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે તૈયાર કરામાં આવી રહ્યા છે.
લોકડાઉનમાં પોલીસકર્મીઓ માટે તૈયાર કરાયાં ફૂડ પેકેટ્સ - police personnel
કોરોનાની મહામારીમાં 24 કલાક સતત કામ કરી રહેલા પોલીસકર્મીઓ માટે મોડાસાની જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ફૂડ પેકેટ્સ તૈયાર કરામાં આવી રહ્યાં છે.
લોકડાઉનમાં પોલીસ કર્મીઓ માટે તૈયાર કરાયાં ફુડ પેકેટ
જિલ્લાના અંદાજે 2500 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ ફરજ પરના અન્ય સ્ટાફ માટે આ વ્યવસ્થા માટે 35 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. આ વ્યવસ્થાનું નિરિક્ષણ રેન્જ IG મયંક ચાવડાએ કર્યુ હતું.