ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો - મોડાસા

મોડાસાની મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત પાંચ સ્વનિર્ભર કોલેજીસનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.

પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો
પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો

By

Published : Mar 7, 2020, 12:00 PM IST

અરવલ્લી: ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત કોલેજનો વાર્સિકોત્સવ યોજાયો હતો. જેમાં સમારંભના ઉદ્દઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ડાયરેક્ટર સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના પ્રોફેસર ડૉક્ટર નિલેશ કે મોદી ઉપસ્થિત રહ્યાં હતાં. તેેઓએ પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ અને સફળ થવાની ચાવી ઉપર પ્રેરક ઉદ્દબોદન આપ્યું હતું.

પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ્રભારી મંત્રી ડૉ. ઘનશ્યામભાઈ જે શાહ, પ્રોફેસર અરવિંદભાઈ જે મોદી અને સુરેન્દ્રભાઈ શાહ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યાં હતાં. આ સમારંભના અધ્યક્ષ અને મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદીએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક જીવનના પડકારો અને ઉકેલ વિષય પર પ્રકાશ પાડી પ્રોત્સાહન આશીર્વાદ આપ્યાં હતાં. સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્યક્રમોની ઝાંખી પરિમલ એમ શાહ અને ડોક્ટર તુષાર ભાવસાર દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details