મોડાસા: અરવલ્લી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરીથી કોરોના કેસ નોંધાયા છે. જિલ્લાના મોડાસામાં 5 કેસ મળી આવતા કોવિડ-19 દર્દીઓનો કુલ આંક 203 પર પહોંચ્યો છે, જે પૈકી કુલ-143 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 15 દર્દીના મૃત્યુ થયા છે.
પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. તેથી આ વિસ્તારમાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નિયંત્રિત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આવા વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાતા દર્દીઓનો કુલ આંક 203 પર પહોંચ્યો - અરવલ્લી ન્યૂઝ
અરવલ્લી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરીથી કોરોનાના કેસ નોંધાયા છે. જિલ્લાના મોડાસામાં 5 કેસ મળી આવતા કોવિડ-19 દર્દીઓનો કુલ આંક 203 પર પહોંચ્યો છે.
અરવલ્લી જિલ્લામાં હાલમાં હોમ ક્વોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ 56 છે. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્ક આવેલા કુલ-529 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે.
હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 06 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 19 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 11 પોઝિટિવ કેસ, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 01, મેડીસ્ટાર હીમતનગર, અમદાવદ હોસ્પિટલ માં 06 તેમજ ગાંધીનગર હોસ્પિટલમાં એક દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગાંધીનગર હોસ્પિટલ માંથી મોડાસાના એક 65 વર્ષીય પુરુષ પોઝિટિવ દર્દીની સારવાર પૂર્ણ થતાં રજા આપવામાં આવી છે.