ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા, 3ના મોત સાથે કુલ મૃત્યુ આંક 22 - Himatnagar Civil Hospital

અરવલ્લી જિલ્લામાં કોરોનાથી 3 લોકોના મોત થયા છે. સંક્રમિત 5 કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યુ આંક 22 પર પહોંચ્યો છે.

અરવલ્લીમાં  કોરોનાના વધુ  5 કેસ નોંધાયા , 3 ના મોત સાથે કુલ મૃત્યુ આંક  22
અરવલ્લીમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા , 3 ના મોત સાથે કુલ મૃત્યુ આંક 22

By

Published : Jul 1, 2020, 10:18 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 3 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમણના 5 વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુ આંક 22 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 234 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી કુલ-171 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

પોઝિટિવ કેસ જાહેર થતાં તે વિસ્તારમાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયો છે. તેવા વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

હાલમાં હોમ ક્વોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ 17 વ્યક્તિઓ, તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 656 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે. હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 2 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 17 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમજ અરવલ્લી જિલ્લાના 9 પોઝિટિવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં, 1 કેસ મેડીસ્ટાર હીમતનગર, અમદાવાદની હોસ્પિટલોમાં 7 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 આમ 37 દર્દી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details