અરવલ્લી: જિલ્લાના મોડાસા ગામમાં શનિવારના રોજ મળી આવેલા પાંચ બાળકોને સલામત રીતે તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા ચાઇલ્ડ લાઇનના ટીમ મેમ્બર સમીમબેને જણાવ્યું હતું કે, ત્રણ બાળકોને હિંમતનગર ચિલ્ડ્રન હોમમાં અને બાળકીને અમદાવાદ ગર્લ્સ ચિલ્ડ્રન હોમમાં મુકવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. બાળકોને ચિલ્ડ્રન હોમમાં મુકવાનો આદેશ કરતા પેહલા બાળકોનો કોરોના ટેસ્ટ કરાવો જરૂરી હોવાથી ચાર બાળકોને લઇને કોરોના ટેસ્ટ માટે નર્સિંગ હોમમાં લઇ ગયા હતા .
રાજસ્થાનના રઝળી પડેલા પાંચ બાળકોને વતન પરત મોકલાયા - Arvalli latest news update
અરવલ્લી જિલ્લાના મોડાસાના દેવરાજ મંદિર પાસેથી 18 જુુલાઈ, શનિવારના રોજ મળી આવેલા પાંચ બાળકોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. આ પાંચ બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા તેમના વતન મુકવા જવાની મંજૂરી આપતા પોલીસ સાથે ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ સીમલવાડાના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ત્યાંના પોલીસ કર્મચારીઓ અને આસપાસના લોકોએ બાળકોની ઓળખ કરી હતી. બાળકો માતા-પિતાને સુપ્રત કરતા તમામ બાળકોના કુટુંબમાં ખુશીનો માહોલ છવાયો હતો.
![રાજસ્થાનના રઝળી પડેલા પાંચ બાળકોને વતન પરત મોકલાયા રાજસ્થાનના રઝળી પડેલા પાંચ બાળકોને વતન પરત મોકલાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:51:51:1595251311-gj-arl-04-rajasthan-children-photo1-gj10013jpeg-20072020184520-2007f-1595250920-941.jpeg)
રાજસ્થાનના રઝળી પડેલા પાંચ બાળકોને વતન પરત મોકલાયા
પરંતુ, ત્યાં સગર્ભા બહેનોનો ટેસ્ટ થતો હોવાથી બાળકોને લઇને સાર્વજનિક હોસ્પિટલ ગયા હતા ત્યારે, માલપુર રોડ પર એક બાળક એકલો બેઠેલો જોયો. જેને ચાર બાળકોએ ઓળખી બતાવ્યો હતો. તેને પૂછતા જણાવ્યુ કે, રાત્રે ભીડના કારણે ત્યાથી ભાગી ગયો હતો. તે પાંચમુ બાળક મળતા બધા બાળકોના ઘરના સરનામા અને માતા-પિતાના નામ મળ્યા હતા . તેથી બાળકોને ચિલ્ડ્રન હોમમા મુકવાને બદલે સી.ડબલ્યુ.સી. દ્ધારા બાળકોને પરિવાર પાસે મોકલવાનો નિર્ણય કરાયો હતો .