ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના 827 લોકોને હોમ કોરોન્ટાઈન કરાયા, 11.10 લાખ લોકોનુ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાયું - corona in gujrat

અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાતા વાઇરસના સંક્રમણને અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના 827 લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા
અરવલ્લી જિલ્લાના 827 લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા

By

Published : Apr 19, 2020, 6:05 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાતા વાઇરસના સંક્રમણને અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.

અરવલ્લી કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોએકટીવ અને કોમ્યુનીટી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં હાઉસ ટુ હાઉસ 11,10,769 લોકોનુ સર્વેલન્સ કારાયું. જેમાં 11,11,895 યાત્રીઓ આવ્યા હોવાનું માલૂમ પડ્યુ હતું. જેમાંથી 11,061 લોકોને 14 દિવસ ઓબ્ઝર્વેશન પૂર્ણ કર્યા છે. જયારે હાલ 834 લોકોને 14 દિવસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યારે 837ને હોમ કવોરન્ટાઇન અને 7 લોકોને માટે ગવર્નમેન્ટ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

જિલ્લામાં 271 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 101 શંકાસ્પદ યાત્રીઓનો સેમ્પલનો પણ સમાવેશ થાય છે. જેમાંથી 170 લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધી એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાની વાત્રક અને સાર્વજનિક હોસ્પિટલમાં 150 બેડની સુવિધા સાથે આઇસોલેશન વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે, જયારે જિલ્લાકક્ષાએ ચાર અને તાલુકાકક્ષાએ છ ક્વોરોનટાઇન સેન્ટરમાં 485 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત બે આઇસોલેશન વોર્ડમાં 150 બેડની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં જાહેરમાં થુંકનાર 152 લોકોને રૂપિયા. 87,700નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમરનાથ વર્માએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details