ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીની ગિરિમાળાઓમાં સતત બનતી આગની ઘટના સામે અનેક તર્ક વિતર્ક

મોડાસા: હજુ તો ગ્રીષ્મ ઋતુની શરૂઆત થઇ છે, ત્યાં જ અરવલ્લીના જંગલોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. શુક્રવારે ભિલોડા પંથકના ઉબસલ,ચુનાખાણ,બોલુન્દ્રા, વાઘેશ્વરી,પાદરા, નજીક આવેલા ડુંગરોમાં આગ લાગવાના બનતા પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો પ્રશ્ન બન્યો છે.

By

Published : Mar 23, 2019, 4:47 PM IST

સ્પોટ ફોટો

ગાંભોઇ નજીક હાથરોલ નજીકના જંગલમાં આગ લાગતાં અને મોડાસાના દધાલીયા નજીક ડુંગર પર આગ લાગતાં મોડાસા ફાયર ફાયટરની ટીમ અને વનવિભાગ ટીમે આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લાની ગિરિમાળામાં અને જંગલમાં લાગતી આગ પાછળ ચોક્કસ કારણ જવાબદાર હોવાની વાતો ચર્ચામાં છે. વનવિભાગ તંત્ર ગાઢનિંદ્રામાં છે. જો કે, અરવલ્લીના ઉચ્ચ અધિકારીઓ પણ આ કારસ્તાન જાણતા હશે કે જાણી જોઇને અજાણ બને છે તે કહેવું મુશ્કેલ છે.

અરવલ્લીની ગિરિમાળાઓમાં સતત બનતી આગની ઘટના સામેના તર્ક

ABOUT THE AUTHOR

...view details