મોડાસા: GIDCની બેકવેલ બિસ્કીટ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ - Fire News
મોડાસા: અરવલ્લી જિલ્લાનું મુખ્ય મોડાસાની GIDCમાં બેકવેલ બિસ્કીટની ફેક્ટરીમાં ગત મોડી રાત્રીએ આગ લાગતા નાસભાગ થઇ ગઇ હતી. આ બિસ્કિટની ફેક્ટરીમાં એકાએક આગ લાગતા થોડી જ વારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકોના ભીડ ઉમટી પડી હતી. આ ઘટનાને લઇને ફાયર વિભાગને જાણ કરતા મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
મોડાસા GIDCમાં લાગી આગ, બૅકવેલ બિસ્કીટ ફેક્ટરીમાં મશીનરી બળીને ખાક
મોડાસામાં આવેલી GIDCની બેકવેલ બિસ્કીટની ફેક્ટરીમાં એકાએક આગ ફાટી નિકળતા મોડાસા ફાયર વિભાગની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, એ દરમિયાન ફેકટરીની મશીનરી અને અન્ય વસ્તુ આગમાં રાખ થઈ ચૂકી હતી. આ અંગેની પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવા પાછળનું મુખ્ય કારણમાં શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે.