- અરવલ્લીમાં બુલેટ ટ્રેનનો વિરોધ
- ભિલોડાના 19 જેટલા ગામડાઓમાં ડ્રોન અને હેલિકૉપ્ટરથી સર્વેની કામગીરી હાથ ધરાઈ
- ભિલોડાના ધારાસભ્ય ડો.અનીલ જોષીયારાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
અરવલ્લી: અમદાવાદ- દિલ્હી બુલેટ ટ્રેન (Ahmedabad- Delhi bullet train) પ્રોજેક્ટનો સુચિત માર્ગ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લાના ભિલોડાના 19 જેટલા ગામડાઓમાં ડ્રોન અને હેલિકૉપ્ટરથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી આ પંથકના ખેડૂતો ચીતિંત બન્યા છે. જેથી આ અંગે ભિલોડાના ધારાસભ્ય ડો. અનીલ જોષીયારા અને બુલેટ ટ્રેન રૂટ પર આવતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પસાર થવાથી ખેડૂતો જમીન અને મકાન વિહોણા બનશે અને ખેતી આધારિત જીવનનિર્વાહ ચલાવતા ખેડૂતોની હાલત કફોડી બનશે.
આ પણ વાંચો: બુલેટ ટ્રેન માટે તૈયાર લેબમાં દેશના એન્જિનિયરિંગના છાત્રો મેળવી શકશે તાલીમ