- શૌચાલયની બાજુમાં બાયો મેડીકલ વેસ્ટના ઢગલા
- સંક્રમણ ફેલાવાનો ભય
- નાગરિકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે
અરવલ્લી: કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે બાયડ પાલિકા દ્વારા સફાઇમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. બાયડ નગરના દહેગામ રોડ પર પાલિકા સંચાલિત સૌચાલયની બાજુમાં બાયો મેડીકલ વેસ્ટના ઢગલા પડી રહ્યા હોવાથી સંક્રમણ ફેલાવાનો ભય છે. ત્યારે નાગરિકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:આરોગ્ય પ્રધાનના હોમ ટાઉન કડીમાં બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ
કોવિડ હોસ્પિટલના વેસ્ટથી માર્ગ પરથી અવરજવર કરતા લોકોમાં સંક્રમણ થવાનું ભય
અરવલ્લી જિલ્લાના બાયડ નગરના દહેગામ રોડ પર આવેલ પાલિકા સંચાલિત શૌચાલય બાયો મેડીકલ વેસ્ટ ડમ્પીંગ ગ્રાઉન્ડ બની ગયું છે. શૌચાલયની બાજુમાં નગરની કેટલીક કોવિડ હોસ્પિટલોનો બાયો મેડીકલ વેસ્ટ પડી રહેતા લોકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. કોરોનાના સમયમાં જ્યારે વાઇરસ હવાથી ફેલાય છે. ત્યારે કોવિડ હોસ્પિટલનો બાયો મેડીકલ વેસ્ટ રસ્તા પર ખુલ્લો પડી રહેવાથી માર્ગ પરથી અવર-જવર કરતા લોકો તેમજ રહિશોને સંક્રમણ થવાનું ભય રહે છે.