શુક્રવારે બપોરે ટીંટોઈ ગામની સીમમાં આવેલા મુળજી પરમાર, રમણ પરમાર, ઈશ્વર પરમાર અને કનુ પરમારના ખેતરમાંથીપસાર થતા વીજતારમાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા અને તણખલા ઝરતા ખેતરમાં તૈયાર ઉભા ઘઉંના પાકમાં આગ લાગતાં અને તે ઝડપથી પ્રસરતા આજુબાજુમાં રહેલા અન્ય 4ખેતરોમાં ઉભા ઘઉંનાપાકમાંઆગ લાગતાં ખેડૂતો અને ગામલોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
મોડાસાના ટીંટોઈમાં ઘઉંના ખેતરમાં આગ, 4 ખેડૂતોના 400 મણ ઘઉં બળીને ખાખ - Gujarati News
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ઘઉંથી છલોછલ ભરેલા ખેતરોમાં પસાર થતા વીજતારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આ આગમાં 4 ખેતરોના ઘઉંનો પાક બળીને સ્વાહા થતા ખેડૂતો માથે આભ ફાટ્યુ હતું.

સ્પોટ ફોટો
મોડાસાના ટીંટોઈ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગતાં 4ખેડૂતોના 400મણથી વધુ ઘઉં બળીને ખાખ
મોડાસા ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં સફળ રહેતા અન્ય ખેતરોમાં આગ પ્રસરતી અટકી હતી. આજુબાજુમાં રહેલા અન્ય ખેતરોના માલિકોએ હાશકારો અનુભવ્યો હતો.
Last Updated : Mar 30, 2019, 6:41 PM IST