ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના ખેડૂતોએ 1 લાખ કરતા વધુ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યુ - Aravalli lockdown

શિયાળાની ઋતુની શરુઆતમાં જ અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ રવિ પાકની વાવણી કરવાનું શરુ કરી છે. જિલ્લાના 1 લાખ કરતા વધારે હેકટરમાં જુદા જુદા પાકનું વાવેતરમાં કરવામાં આવ્યુ છે. શિયાળાની ઋતુમાં ખેડૂતો દ્વારા વાવેતર થતા રવિ પાકમાં સૌથી વધારે ચણાનું વાવેતર કરવામાં આવ્યુ છે.

અરવલ્લીના ખેડૂતોએ 1 લાખ કરતા વધુ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યુ
અરવલ્લીના ખેડૂતોએ 1 લાખ કરતા વધુ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યુ

By

Published : Dec 9, 2020, 3:55 PM IST

  • અરવલ્લીમાં રવિ પાકના વાવેતરની શરુઆત
  • જિલ્લાના ખેડૂતો દ્વારા સૌથી વધુ ચણાનું વાવેતર કરાયુ
  • રવિ પાક માટે ચાલુ વર્ષે 1,04,818 હેક્ટરમાં વાવેતર

અરવલ્લીઃ શિયાળાની ઋતુની શરુઆતમાં જ જિલ્લાના ખેડૂતોએ રવિ પાકની વાવણી કરવાનું શરુ કર્યુ છે. જિલ્લાના ખેડુતો દ્વારા 1 લાખ કરતાં વધારે હેકટરમાં જુદા જુદા પાકનું વાવેતરમાં કરવામાં આવ્યુ છે. શિયાળાની ઋતુમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા રવિ પાકમાં સૌથી વધારે ચણાનું વાવેતર કરવામાં આવ્યુ છે.

અરવલ્લીના ખેડૂતોએ 1 લાખ કરતા વધુ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યુ

જિલ્લામાં 1,04,818 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર

અરવલ્લી જિલ્લામાં રવિ પાક માટે ચાલુ વર્ષે 1 લાખ 4 હજાર 818 હેક્ટરમાં વાવેતર થયું છે. શિયાળા દરમિયાન લેવામાં આવતા રવિ પાકોમાં ઘઉંનું 55 હજાર 974 હેક્ટરમાં, મકાઈ 6 હજાર 630 હેક્ટરમાં, વરિયાળી 1 હજાર 571 હેક્ટરમાં અને જ્યારે બટાટાનું 17 હજાર 256 હેક્ટરમાં વાવેતર થયું છે.

ગત વર્ષ કરતા આ વર્ષે ચણાનું વાવેતર બમણું

નોંધનીય છે કે, ખેડૂતોને ચણા માટે ટેકાનો ભાવ સારો મળતો હોવાથી જિલ્લામાં ચણાનું વાવેતર વધુ કરવામાં આવ્યુ છે. ખેતિવાડી વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આ વર્ષે ચણાનું વાવેતર ગત વર્ષ કરતા બમણું થયું છે. ગત વર્ષે ચણાનું વાવેતર 6 હજાર 695 હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ જિલ્લામાં આ વર્ષે ગત્ વર્ષ કરતા ચણાનું વાવેતર વધીને 14 હજાર 41 હેક્ટર પર પહોંચ્યું છે.

ABOUT THE AUTHOR

...view details