અરવલ્લી:જાન્યુઆરી માસમાં રાત્રે ઠંડી પડી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. (Farmers of Aravalli demand government) સરકારે ત્રણેક વર્ષ પહેલા મોટા ઉપાડે દિવસ દરમ્યાન વિજળી આપવામા આવશેની જાહેરાત તો કરી હતી, પરંતુ હજુ પણ કકડતી ઠંડીમાં ખેડુત પાણી વાળવા મજબુર છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા ઠંડીની ઋતુમાં દિવસે વિજળી આપવામાં (provide electricity during the day in cold season) આવે.
દિવસે વિજળી ન મળવાથી, ખેડુત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઇ જવા મજબુર બન્યો - Farmers of Aravalli demand government
જાન્યુઆરી માસમાં રાત્રે ઠંડી પડી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં (Farmers of Aravalli demand government) મુકાયા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા ઠંડીની ઋતુમાં દિવસે વિજળી આપવામાં (provide electricity during the day in cold season) આવે.
યોજના માત્ર કાગળ પર જ અમલી: ત્રણેક વર્ષ પહેલા સરકારે ખેડુતો ના હીત માટે સૂર્યોદય યોજનાનો અમલમાં મુકી હતી. ખેડુતો ની મુશ્કેલીઓનો અંત આવી જશે તેવી ખુબ મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સમગ્ર રાજ્ય માં દરેક જિલ્લામાં કાર્યક્રમો કરી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ જેમ મોટા ભાગ ની યોજનાઓ માત્ર કાગળ પર જ અમલી છે તેમ આ યોજનાનો સૂર્ય પણ કાગળ પર જ ઉદય થાય છે .સિંચાઈ માટે વિજતંત્ર દ્વારા આપવામાં આવતી વીજળી દિવસના બદલે રાત્રે આપવામાં આતા ખેડૂતવર્ગ આ કડકડતી ઠંડીમાં ખેતરમાં ઠૂંઠવાઇ જવા મજબુર બન્યો છે.
રવીપાક બચાવવા ખેડૂતોને ફરજિયાત પણે ઉજાગરા વેઠી રહ્યા છે:એકબાજુ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો અમલ બહુ સારી રીતે થઈ રહ્યો હોવાના નેતાઓ અને અધિકારીઓ વાજા વગાડી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા જોઈએ તો દિવસે ખેતી વિષયક વીજળી આપવાની ખેડૂતોની માંગ પૂર્ણ કરવામાં ન આવતા રવીપાક બચાવવા ખેડૂતોને ફરજિયાત પણે ઉજાગરા વેઠવા પડી રહ્યા છે.
ખેડુતોને રાત્રે ઉજાગરા નહી કરવા પડે તેવી જાહેરાત કરવામાં આવી હતી
પુર્વે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી એ આ સૂર્યોદય યોજના ની જાહેરાત કરતી વખતે વચન આપ્યુ હતું કે ખેડુતોને રાત્રે ઉજાગરા નહી કરવા પડે અને ખેડુતો ને રાત્રે પાણી વાળવા સમયે પડતી તમામ મુશ્કેલીઓનો અંત આવશે તેમજ ખેડુત દિવસે કામ અને રાત્રે આરામ થકી વધુ સમૃધ્ધ બનશે .પરંતુ આ યોજાના હવે ડાચકા ખાઇ રહી હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે જિલ્લાના હજારો ખેડૂતો ના હિતમાં સત્વરે તંત્ર દ્વારા દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવે.
TAGGED:
farmers problems