ભિલોડાના નાપડા ગામના વજાભાઈ ભરતભાઈ વણઝારાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં પરીવારજનોએ આ બનાવની જાણ શામળાજી પોલીસને કરી હતી. પરંતુ પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાની આનાકાની કરી હતી.
વ્યાજખોર સામે પોલીસે ફરિયાદ નોંધવામાં પાછીપાની કરતા મૃતકના પરિવારમાં રોષ
અરવલ્લીઃ ભિલોડાના નાપડા ગામના ખેડૂતે ખેતી નિષ્ફળ જતા અને વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રાસીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. બાદમાં વ્યાજખોરો વિરુદ્ધ પરિવારજનોએ શામળાજી પોલીસને ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પરંતુ સાત દિવસનો સમય વીતવા છતાં આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. જેથી પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે.
etv bharat
ખેડૂતના પરિવારજનો અને સગાસંબંધીઓએ ખેડૂતના મૃતદેહને લેવાનો ઇન્કાર કરતાં આખરે શામળાજી પોલીસે ફરિયાદ નોંધી હતી. જો કે, પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, શામળાજી પોલીસ તપાસમાં ઢીલ કરી રહી છે. ત્યારબાદ આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારજનો અને ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી ન્યાયની માંગ કરી હતી.