ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ચાલુ વર્ષે બટાકાના ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી - Gujarati news

અરવલ્લીઃ ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, પરંતુ ખેડૂતોને બટાકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકી રાખવા મજબૂર બન્યા છે.

કોલ્ડ સ્ટોરેજમાં બટાકા

By

Published : May 17, 2019, 2:28 AM IST

ગત્ વર્ષની સરખામણીમાં આ વખતે અરવલ્લી અને સાબરકાંઠામાં બટાકાનું ઉત્પાદન વધારે થયું છે. ગત્ વર્ષે બંન્ને જિલ્લાઓના કોલ્ડ સ્ટોરેજમાં 64 લાખ બોરી મુકવામાં આવી હતી, જ્યારે આ વર્ષે ભાવ મળવાની આશાએ 74 લાખ બોરીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જો કે, ખેડૂતોની આશા ઠગારી નીવડી છે કેમ કે, ગત વર્ષે કરતા આ વર્ષે બટાકાના ભાવ પ્રતિકિલો દીઠ 4 રુપીયા ઓછા મળી રહ્યા છે.

કોલ્ડ સ્ટોરેજમાં બટાકા

ઉલ્લેખનીય છે કે, ગત્ વર્ષે બટાકાના ભાવ પ્રતિકિલો 17 રુપીયા હતા જે આ વર્ષે 13 રુપીયા જ રહ્યો છે. જેથી ખેડૂતોને આ વર્ષે પાક આવક ઓછી મળી છે. હાલ બંન્ને જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં 400 કરોડનો માલ છે. જ્યારે લેવાલીના અભાવે દિન-પ્રતિ દિન કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચડી રહ્યું છે. તેથી આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details