અરવલ્લી : કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા તંત્ર અથાગ પ્રયત્ન રહ્યું છે. જો કે, કેટલીક જગ્યાએ લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ જાય છે. હાલ ખેડૂતોને લોકડાઉન દરમિયાન પોતાનો પાક વેચવા તેમજ કૃષિલક્ષી કામકાજ માટે ઢીલ આપવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના માલપુરમાં યુરિયા ખાતર ખરીદવા મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા - aravalli corona update
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા તંત્ર અથાગ પ્રયત્ન રહ્યું છે. જો કે, કેટલીક જગ્યાએ લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ જાય છે. હાલ ખેડૂતોને લોકડાઉન દરમિયાન પોતાનો પાક વેચવા તેમજ કૃષિલક્ષી કામકાજ માટે ઢીલ આપવામાં આવી છે.
![અરવલ્લી જિલ્લાના માલપુરમાં યુરિયા ખાતર ખરીદવા મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા farmers gathered for buying urea](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6819299-1073-6819299-1587045517345.jpg)
જો કે, કેટલીક જગ્યાએ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયેલા જોવા મળે છે. અરવલ્લી જિલ્લાના માલપુરના ઉભરાણ ગામે ખેડૂતોમાં સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. મંડળીમાં યુરિયા ખાતરના ઉપલબ્ધ જથ્થા કરતા ખેડૂતોની સંખ્યા વધારે હોવાને કારણે ખેડૂતોએ સામાજિક અંતરની પરવાહ કર્યા વિના જ એકબીજાને અડીને લાઇનમાં ઉભા હતા.
મળતી માહિતી અનુસાર આ ખેડૂતો સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઉભા હતા. ઉભરાણ સેવા મંડળીએ પાસે 560 ખાતરની થેલીઓના જથ્થા સામે 1000થી વધુ ખેડૂતો ઉમટ્યા હતા. જો કે, છેવટે સોશ્યિલ ડિસ્ટન્સ ન જળવતા ખેડૂતોને ટોકન આપી રોજ 200 ખેડૂતોને ખાતર આપવાનો મંડળીએ નિર્ણય કર્યો હતો.