ખેડૂતો જ્યારે બેંક પાસેથી પાક ધિરાણ મેળવે છે. નિયમ મુજબ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત તેમને ફરજિયાત વીમો લેવો પડતો હોય છે. જોકે આ વીમો આપતી વખતે ખેડૂતોને જાણ કરવામાં આવતી નથી કે તેમનો પાક વીમો લેવામાં આવ્યો છે. વીમાની રકમ લોનની રકમમાંથી કપાઈ જાય છે. ત્યારે ખેડૂતોને એ પણ ખબર હોતી નથી કે કઈ સિઝન માટે વીમો લેવામાં આવ્યો છે.
પાક નિષ્ફળ જતા વીમાના નિયમોના વમળમાં ફસાયા ખેડૂતો - khedutno pak nuksan
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના શિકા ગામમાં અતિવૃષ્ટિ થવાના કારણે ગામના ખેડૂતોએ વાવેલ તમામ પાક નિષ્ફળ ગયા છે. જેના કારણે ગામના ખેડૂતોએ પાક ધિરાણ સામે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમો મેળવવા માટે અરજી કરી હતી.
![પાક નિષ્ફળ જતા વીમાના નિયમોના વમળમાં ફસાયા ખેડૂતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4644272-thumbnail-3x2-arvalli.jpg)
પાક નિષ્ફળ જતા વીમાના નિયમોના વમળમાં ફસાયા ખેડૂતો
બીજી બાજુ બેંક મેનેજરને આ અંગે પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું. કે જે સિઝનમાં ખેડૂતે ધિરાણ મેળવ્યું હોય, તે સિઝનનો વીમો આપમેળે લેવાય છે. તેના માટે ખેડૂતને અલગથી જાણ કરવાની હોતી નથી અને કોઈ પણ વીમો એક સિઝન પૂરતો જ હોય છે .
પાક નિષ્ફળ જતા વીમાના નિયમોના વમળમાં ફસાયા ખેડૂતો
આમ નિયમનો વમળમાં ખેડૂતો ફસાયા હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. ત્યારે અતિવૃષ્ટિના કારણે જે નુકશાન થયું છે. તેના કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.