અરવલ્લીઃ અરવલ્લીના ભિલોડાના માર્કેટયાર્ડ ખાતે મેઘરજ, ભિલોડા અને માલપુરના ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે જાગૃતી અને માર્ગદર્શન કાર્યક્રમ ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઇ દલવાડીના અધ્યક્ષ સ્થાને અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાવામાં આવ્યો હતો.
અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂત માર્ગદર્શન કાર્યકમ યોજાયો આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં ચેરમેને જણાવ્યું કે, ખેડૂતોને ખેતીની સિઝન અને તેમાં ખરીફ સિઝનમાં ખેતી પાકોમાં અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદ (માવઠું) જેવા આકસ્મિક કુદરતી જોખમનો સામનો કરવા પડે છે. આ સમયે સરકાર પડખે રહી સહાય ચૂકવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત વિવિધ ખેડૂતોને પાકવીમાંથી રક્ષણ પુરૂ પાડવામાં આવ્યું છે. ખેતીમાં વૈવિધ્યતા લાવવા રાજય સરકાર આધૂનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિનો ઉપયોગ કરી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂત માર્ગદર્શન કાર્યકમ યોજાયો રાજય સરકાર ખેડૂત કલ્યાણના અનેક પગલાં ઉઠાવી રહી છે. જેના ભાગ રૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજયના વિકાસમાં ખેતી અને ખેડૂતોનો બહુમૂલ્ય ફાળો છે. રાજય સરકાર પારદર્શક વહીવટથી ખેડૂતોને પૂરતી સહાય તથા પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કટીબધ્ધ છે. ખેડૂતોને પૂરતી માહિતી મેળવવા તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડે દેશનો ખેડૂત બિચારો ન રહે તે માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત તથા મુખ્યમંત્રી કિસાન યોજના થકી ખેડૂતોના ખાતામાં વળતરની રકમ સીધી જમા થાય છે અને ખેડૂત પગભર રહે છે. વડાપ્રધાને ગુજરાતની જ નહીં પણ આખા દેશના ખેડૂતોની ચિંતા કરીને વિમા યોજના અમલમાં મૂકી છે.
ભિલોડા- મેઘરજના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાએ પ્રાસંગિક પ્રવચન કરી ખેડૂતોને સર્ટીફાઇડ બિયારણ આપવા તથા ખેડૂતોને યોગ્ય ભાવ આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેટકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, ભાજપ અગ્રણી રણવીરસિંહ ડાભી, આદિજાતી વિકાસ નિગમના ચેરમેન, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ, પ્રાંત અધિકારી, મામલદાર તાલુકા વિકાસ અધિકારી અને ત્રણ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.