પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા-શામળાજી રોડ પર આવેલા ખોડંબા ગામ નજીક પ્રભાભાઇ શામળભાઈ પટેલ ખેતરમાંથી બળદગાડું લઈ પરત ઘરે ફરી રહ્યા હતા, ત્યારે ઘર નજીક પહોંચ્યાં તેવામાં શામળાજી તરફથી આવતી એમ્બ્યુલન્સે બળદગાડાને ધડાકાભેર ટક્કર મારી હતી. બળદગાડું હંકારતા પ્રભાભાઇ બળદગાડાંમાંથી નીચે પટકાયા હતા. જેથી તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
એમ્બ્યુલન્સ અને બળદગાડા વચ્ચે અકસ્માતમાં ખેડુતનું મોત, બે બળદ ઈજાગ્રસ્ત - Khodamba village near Aravalli Shamlaji
અરવલ્લીઃ જિલ્લામાં શામળાજી નજીક આવેલા ખોડંબા ગામ નજીક રાત્રીએ ખેતરમાંથી બળદગાડું લઈ ઘરે પરત ફરતા બળદગાડાને વાપીની એમ્બ્યુલન્સએ ટક્કર મારતા બળદગાડામાં સવાર ખેડૂતનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બે બળદો ઈજાગ્રસ્ત થયા હતા. ઘર આગળ જ ખેડૂતનું અકસ્માતમાં ભોગ લેવાતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યો હતો.
એમ્બ્યુલન્સ અને બળદગાડા વચ્ચે અકસ્માતમાં ખેડુતનું મોત, બે બળદ ઈજાગ્રસ્ત
અકસ્માતના પગલે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો અને ખોડંબા ગામ નજીક બમ્પ બનાવવાની માંગ સાથે રોડ પર ચક્કાજામ કર્યો હતો. સતત વાહનોથી ધમધમતા રોડ પર ટ્રાફિકજામ થતા શામળાજી પોલીસ, મોડાસા રૂરલ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવી ચક્કાજામ પૂર્વરત કરાવ્યો હતો. શામળાજી પોલીસે એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી અકસ્માત સર્જી ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ મૂકી ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.