મોડાસા તાલુકામાં આવેલાં ઉમેદપુર ગામમાં લીલા દુકાળથી ભોગ બનેલાં ખેડૂતો આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ભાઈ પટેલ નામના ખેડૂતે ત્રણ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યુ હતું. જેમાં આશરે 40થી 50 હજાર રૂપિયાનો ખર્ચો થયો હતો. ખેડૂતે પોતાની મોટાભાગની આવક આ ખેતી પાછળ લગાવી હતી. તેને આશા હતી કે, પાક સારો થશે તો, તેની સમસ્યાનું નિવારણ આવશે. પણ અવિરત વરસતાં વરસાદના કારણે તેની બધી આશાઓ પર પાણી ફેરવાઈ ગયું. વધારે પડતાં વરસાદના કારણે મગફળીના પાકમાં સડો પડવા લાગ્યો અને તે આર્થિક નુકસાનીનો ભોગ બન્યો હતો. અનેક પ્રયાસો છતાં તેની સમસ્યાનું નિવારણ ન આવતાં ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર થયો હતો.
લીલા દુકાળનો ભોગ બનેલાં મોડાસાના ખેડૂતે જીવન ટૂંકાવ્યું - અરલ્લીમાં ખેડૂતે આપઘાત કર્યો
અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાવવાના કારણે ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે. જેથી ખેડૂતો આર્થિક નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો લીલા દુકાળનો ભોગ બની રહ્યાં છે. પાક મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. જેથી આર્થિક બોજાનો ભોગ બનેલાં ખેડૂતે મોતને વહાલું કર્યુ છે.

પાકમાં નુકસાન થતાં ખેડૂતે જીવન ટૂંકાવ્યું
પાકમાં નુકસાન થતાં ખેડૂતે જીવન ટૂંકાવ્યું
ઉલ્લેખનીય છે કે, અરવલ્લીમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતની મહેનત એડે જતાં ખેડૂતોમાં નિરાશામાં વ્યાપી છે. હાલ, પણ કેટલાક વિસ્તારોમાં મેઘનો કહેર યથાવત છે. જે અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે, ત્યારે તંત્રની નિષ્ક્રિયતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.