ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયડમાં યુવતિનો મૃતદેહ મળ્યો, પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો - લેટેસ્ટ ન્યુઝ ઓફ બાયડ

અરવલ્લી જિલ્લામાં શુક્રવારે બાયડના ભૂખેલ પાસેની વાત્રક નદીમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ અંગે બાયડ પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહની તપાસ હાથ ધરી હતી.

byd
બાયડમાં યુવતિની લાશ મળી આવતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હંગામો

By

Published : Feb 15, 2020, 4:19 PM IST

Updated : Feb 15, 2020, 4:39 PM IST

અરવલ્લી: જિલ્લાના બાયડના ભૂખેલ પાસેની વાત્રક નદીમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

બાયડમાં યુવતિનો મૃતદેહ મળ્યો, પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો

બાયડ ગ્રામ્ય વિસ્તારની સગીર યુવતીને ચોઈલાનો સંદીપ ડાહ્યાભાઈ સોલંકીએ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો છે, તેવુ જણાવ્યું હતું. યુવતીના પરિવાજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો.

ગુમ યુવતીનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળી આવતાં મામલો વધુ ગરમાયો હતો. પરિવારજનો બાયડ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી સગીરાના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરિવારજનો તેમજ સામાજિક લોકોનો આક્રોશ જોતાં બાયડ પોલીસ મથકનો દરવાજો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિને થાળે પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Last Updated : Feb 15, 2020, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details