ગુજરાત

gujarat

ETV Bharat / state

માલપુરમાં દેશી અને ગુલાબી ચણાના ચક્કરમાં ખેડૂતો પરેશાન - Farmer

અરવલ્લીઃ સમગ્ર રાજ્યમાં ચણાની ટેકાના ભાવથી ખરીદ શરૂ કરવામાં આવી છે. પરંતુ દેશી અને  ગુલાબીના ચક્કરમાં ખેડૂતો ધરમધક્કા ખાઇ રહ્યા છે. માલપુરના જોગીવંટા ગામના ટેકાના ભાવે ચણા વેચવા આવેલા ખેડૂતે ટેકાના ભાવે ચણા વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂતના રજીસ્ટ્રેશન બાદ ચણા વેચવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં  ખેડૂત ચણા વેચવા માટે ગયા ત્યારે પુરવઠા અધિકારીઓએ ચણા રિજેક્ટ કર્યા હતા.

માલપુરમાં દેશી અને ગુલાબી ચણાના ચક્કરમાં ખેડુત પરેશાન

By

Published : Apr 13, 2019, 4:34 AM IST

માલપુરના જોગીવંટા ગામના એક ખેડૂત ટેકાના ભાવે ચણા વેચવા માટે ગયા ત્યારે પુરવઠા અધિકારીએ ચણા રિજેક્ટ કર્યા હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે, દેશી ચણા જ ખરીદવાનો પરિપત્ર આવ્યો છે. જેમાં ગુલાબીચણા ન લેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં દૂરથી ચણા વેચવા આવેલા ખેડૂત પરેશાન થઇ ગયા હતા. તેમજ ખેડૂતોમાં નિરાશા પણ છવાઈ ગઈ છે.

માલપુરમાં દેશી અને ગુલાબી ચણાના ચક્કરમાં ખેડુત પરેશાન

ABOUT THE AUTHOR

...view details