જો કે, અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ગરબાના મેદાનોમાં ખાબોચિયા ભરાઈ ગયા છે. આયોજકોએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, પરંતુ તેઓ મૂંઝવણમાં મુકાયા છે.
અરવલ્લીમાં નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ, હવે મેઘરાજા પર મદાર... - arvali news
અરવલ્લીઃ નવલી નવરાત્રિનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે યુવાન હૈયાઓ આનંદથી છલકાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર મોડાસા, મેઘરજ ,બાયડ ,ધનસુરા અને ભિલોડામાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે.
નવલી નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ પણ, શું મેઘરાજા ખમૈયા કરશે
તહેવાર સમયે કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હંમેશા તૈયાર રહે છે, અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર એ લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અરવલ્લી જિલ્લા DYSP ફાલ્ગુની બહેન પટેલે જણાવ્યું હતું.
Last Updated : Sep 30, 2019, 3:25 PM IST