- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું
- નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મનું વિતરણ શરૂ
- અરવલ્લીના ઉમેદવારોમાં જોવા મળ્યો ઉત્સાહ
- પ્રથમ દિવસે મોડાસા નગરપાલિકાના ઉમેદવારી ફોર્મ માટે ઘસારો રહ્યો ઉમેદવારી ફોર્મનું વિતરણ
અરવલ્લીઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ વિતરણ પ્રક્રિયા સોમવારના રોજથી શરૂ કરવામાં આવી હતી. અરવલ્લીમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો, જ્યારે 6 તાલુકા પંચાયતની 128 બેઠકો અને મોડાસા તથા બાયડ નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે. જેમાં મોડાસા પાલિકા માટે 115 અને બાયડ પાલિકા માટે 54 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું. આ સાથે જ જિલ્લા પંચાયત માટે 53 ફોર્મનું વિતરણ થયું હતું. આ ઉપરાંત તાલુકા પંચાયતની ચૂંટણી માટે મોડાસા તાલુકા માટે 28, ભિલોડા માટે 30, મેઘરજ માટે 46, બાયડ માટે 21, ધનસુરા માટે 12 તેમજ માલપુર માટે 21 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયુ હતું. સમગ્ર જિલ્લામાં પાલિકા અને પંચાયત મળીને કુલ 383 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.