મોડાસામાં તાલુકા હેલ્થ ઓફીસનો સમય સવારે 10.30 વાગ્યાનો હોય છે. પરંતુ, કર્મચારી કામના સમયે ઓફિસના બદલે ઘરે હાજર હોય છે અને 11.00 કલાકે ઓફીસે હાજર થતા હોય છે. જેના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડે છે.
તાલુકા હેલ્થ ઓફીસના કર્મચારીઓની અનિયમિતતાથી અરજદારોને હાલાકી - Aravalli
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં તાલુકા હેલ્થ ઓફીસમાં આઉટસોર્સિંગ એજન્સી દ્રારા અરજદારોને કાર્ડ કાઢી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ ઓફીસમાં કામ કરતા કર્મચારીની અનિયમિતતાના કારણે અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે. જેના કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડે છે.
તાલુકા હેલ્થ ઓફીસના કર્મચારીઓની અનિયમિતતાથી અરજદારોને હાલાકી
અરજદારો ની માગ છે કે સમયસર ઓફીસ શરૂ કરવામાં આવે તો સમય વ્યય ન થાય અને કર્મચારી પોતાની આળસ ખંખેરે તો સરકારની આ યોજનાનો લાભ લોકો સુધી પહોચી શકે.