સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે, પણ અધિકારીઓને જાણે રસ જ ન હોય તેમ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાળતી હોય તેવા દ્રશ્યો માલપુર મામલતદાર કચેરીમાં જોવા મળી રહ્યા છે. માલપુર મામલતદાર કચેરીમાં શૌચાલયોમાં જોઇને જ ત્યાં જવું ન ગમે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, તો પીવાના પાણીના કુલર જે જગ્યાએ મુકવામાં આવ્યા છે ત્યાં પણ પાનની પીચકારીઓથી દિવાલો રંગાઈ ગઇ છે.
સ્વચ્છતા અભિયાનના લીરા, ગંદકી તેમજ દુર્ગંધથી અરજદારોને હાલાકી - arvalli latest news
અરવલ્લીઃ એક તરફ અધિકારી સ્વચ્છતાનો પ્રચાર કરે છે તો બીજી બાજુ તેમની જ કચેરીઓમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, માલપુર મામલતદાર કચેરીમાં જતાં જ ગંદકી તેમજ દુર્ગંધથી અરજદારો હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. સરકારી કચેરીમાં જ આવા દ્રશ્યો જોવા મળતા સરકારના સ્વચ્છતા અભિયાન સામે અનેક સવાલો ઉભા થયા છે.

મામલતદાર ઓફીસમાં ગંદકીનું સામરાજ્ય
મામલતદાર ઓફીસમાં ગંદકીનું સામરાજ્ય
મામલતદાર કચેરીની આવી હાલત જોઇને અંદાજ લગાવી શકાય છે કે, સ્વચ્છતા અભિયાન કેવી રીતે સાકાર થશે, ઓફિસમાં ગંદકીથી માત્રને માત્ર અરજદારો જ સામનો કરી રહ્યા છે, કારણ કે, અરજદારઓને આનો સતત ઉપયોગ કરવો પડે છે, નહીં કે અધિકારીઓને લોકોની માંગ છે કે, સત્વરે શૌચાલય તેમજ વોટર કુલરની સાફ સફાઈ કરવામાં આવે, જેથી રોગચાળો ફાટી નિકળી નહીં.