પોલીસે એસટી બસના ડ્રાઈવર દેવાભાઇ જીવણભાઈ હાથિયાની ફરિયાદના આધારે બસ કંડક્ટર નિલેશભાઈ જીવાભાઈ વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશન એ્ક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
એસટી બસનો કંડક્ટર નશામાં ઢળી પડ્યો, પોલીસે કરી કાયદેસર કાર્યવાહી - Gujarati News
અરવલ્લીઃ દ્વારકા એસટી બસ ડેપોની દ્વારકા-શ્રીનાથદ્વારા બસનો કંડકટર નશો કરેલ હાલતમાં બેભાન થઇ ઢળી પડતા તાત્કાલીક 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શામળાજી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે કંડકટરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે દ્વારકા-શ્રીનાથદ્વારા બસના મુસાફરો 3 કલાક સુધી રઝળ્યા હતા.
દ્વારકા-શ્રીનાથદ્વારા એસ.ટી બસનો કંડકટર નશામાં બેભાન
માહિતી અનુસાર બસ શનિવારે દ્વારકાથી શ્રીનાથદ્વારા નીકળી હતી અને રવિવારે શ્રીનાથદ્વારા પહોંચી હતી અને સોમવારે શ્રીનાથદ્વારાથી પરત આવતી હતી. આ દરમિયાન શામળાજી બસ સ્ટેશન પર આવી ઉભી હતી ત્યારે કંડક્ટર એકાએક ઢળી પડ્યો હતો.