અરવલ્લીના પગિયાના મુવાડા ગામે કાંતિ સિંહના ઘરે 3 ઇસમોએ આવીને જિલ્લા LCB પોલીસની ઓળખાણ આપી હતી અને તમે દારૂનો ધંધો કરો છો એમ કહી રૂપિયાની માંગણી કરી હતી. જો કે પોલીસના માણસો કાંતિ સિંહને ઓળખતા ન હોવાથી તેમને શંકા ગઇ હતી, જેથી તેઓએ સાઠંબા પોલીસનો સંપર્ક કર્યો હતો. સાંબઠા પોલીસ સ્થળે પહોંચતા આવેલા માણસો નકલી પોલીસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
અરવલ્લીમાં હપ્તો વસુલી કરવા આવેલા 2 નકલી પોલીસની ધરપકડ - police
અરવલ્લીઃ જિલ્લાની સાઠંબા પોલીસે 2 નકલી પોલીસની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પોલીસના સ્વાંગમાં ગઠિયાઓ દારૂના ધંધા સંબંધે હપ્તો લેવા ગયા ત્યારે અપરિચીત ચહેરા જોઇને ફરીયાદીએ પોલીસ સ્ટેશન ફોન કરીને તેમની ધરપકડ કરાવી હતી.

અરવલ્લીમાં હપ્તો લેવા આવ્યાને પોલીસ વાળા જ પકડાઇ ગયા
અરવલ્લીમાં હપ્તો વસુલી કરવા આવેલા 2 નકલી પોલીસની ધરપકડ
પોલીસે 2 આરોપીઓ શાંતિભાઈ બચુભાઈ ભરવાડ અને મુકેશકુમાર જશવંતસીહ બારીયા એમ બંને નકલી પોલીસની ધરપકડ કરી હતી. જ્યારે મિનેશગીરી સંજયગિરી ગોસ્વામી નામનો ઇસમ બાઈક લઈ ફરાર થઈ ગયો હતો. સાઠંબા પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ IPC 170/114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.