અરવલ્લી : જિલ્લાના માલપુર તાલુકાના પટેલના મુવાડા ગામમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પણ દારૂ પીને છાટકા બનેલ પતિની શાન ઠેકાણે લાવવા પત્નીએ 181 અભયમ ટીમને જાણ કરી હતી. 181 અભયમની ટીમએ દારૂના રવાડે ચડેલ પતિને ઠંડા પાણીથી નશો ઉતારી કાયદાનું ભાન કરાવી ગામના આગેવાનો વચ્ચે પત્નીની માફી મંગાવી હતી.
ત્રાસ આપતા દારૂડીયા પતિએ પત્નીના ચરણ સ્પર્શ કર્યા : 181 અભયમની સરાહનિય કામગીરી - ત્રાસ આપતા દારૂડીયા પતિએ પત્નીના ચરણ સ્પર્શ કર્યા : 181 અભયમની સરાહનિય કામગીરી
અરવલ્લી જિલ્લાના પટેલના મુવાડા ગામમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પણ દારૂ પીને છાટકા બનેલ પતિની શાન ઠેકાણે લાવવા પત્નીએ 181 અભયમ ટીમને જાણ કરી હતી. 181 અભયમની ટીમએ દારૂના રવાડે ચડેલ પતિને ઠંડા પાણીથી નશો ઉતારી કાયદાનું ભાન કરાવી ગામના આગેવાનો વચ્ચે પત્નીની માફી મંગાવી હતી.

ઘરેલુ હિંસામાં મહિલાઓને બચાવવામાં મહત્વનો ભાગ ભજવનાર 181 અભયમની ટીમને , માલપુર તાલુકાના પટેલના મુવાડા ગામમાં દેશી દારૂની લતમાં યુવક દરરોજ દેશી દારૂ પીને તેની પત્ની ત્રાસ આપતો હોવાની જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે જ્યારે 181 અભયમની ટીમ મહિલાના ઘરે પહોંચી, ત્યારે પતિ નશાની હાલતમાં બેભાન પડ્યો હતો. દારૂડીયાને હોશમાં લાવવા તેની પત્નીએ પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યાર બાદ 181 અભયમની ટીમએ પતિને ઘરેલુ હિંસા વિષે કાયદાનું ભાન કરવાતા તે પત્નીના ચરણ સ્પર્શ કરવા લાગ્યો હતો અને દારૂનો નશો નહિ કરવાની બાંહેધરી આપી હતી.
TAGGED:
અરવલ્લી