મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં “ગંદકીમુક્ત ભારત ”અભિયાનની અંતર્ગત ગ્રામ્યકક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. અનિલ ધામેલીયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. બી દાવેરાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ હતી. જેમાં સરપંચ સાથે ઈ- રાત્રિ સભા અને એક વખત વપરાશમાં લઇ શકાય તેવા પ્લાસ્ટિકને એકત્રિત અને અલગ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
અરવલ્લી જિલ્લામાં “ગંદકીમુક્ત ભારત” અભિયાન સપ્તાહની ઉજવણી કરાઈ
સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંદકીમુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં “ગંદકી મુક્ત ભારત ”અભિયાનની સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અરવલ્લીના ગ્રામવાસીઓ સ્વચ્છતા માટે કટીબદ્ધ બન્યાં હતાં.
અરવલ્લી જિલ્લામાં “ગંદકીમુક્ત ભારત” અભિયાન સપ્તાહની ઉજવણી કરાઇ
આ ઉપરાંત ગામમાં શ્રમદાનની પ્રવૃતિઓ દ્વારા જાહેર મકાનોને સાફસફાઈ સાથે વ્હાઈટ વોશ કરવો. તેમ જ શિક્ષણ અને જાગૃતિ માટે સ્વચ્છ ભારત મિશન મોબાઈલ એકેડમીનો પ્રારંભ કરવો, ગ્રામ્યકક્ષાએ જાહેર સ્થળો, દીવાલો પર વોલ પેન્ટિંગ, શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ તેમ જ તેમ જ “ગંદકીમુક્ત મારું ગામ” થીમ પર ઓનલાઈન,ચિત્ર,નિબંધ સ્પર્ધાનું આયોજન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સફાઇ સહિત સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.