ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના ગામડાઓમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી - ગુજરાત કોરોના અપડેટ

અરવલ્લી જિલ્લામાં અંતરિયાળ ગામડાઓમાં લોકોએ પરંપરાગત રીતે ધુળેટીની ઉજવણી કરી હતી. જિલ્લાના મેઘરજ તાલુકાના નાથાવાસમાં લોકો ઢોલ નગારાના તાલ પર નાચી એક બીજા ગુલાલ ઉડાડી ઘુળેટીના તહેવારની મજા માણી હતી. જ્યારે જિલ્લા મથક મોડાસામાં લોકોએ જાહેરમાં ધુળેટી ઉજવાનું ટાળ્યુ હતું.

અરવલ્લીના ગામાડાઓમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી
અરવલ્લીના ગામાડાઓમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી

By

Published : Mar 29, 2021, 4:58 PM IST

Updated : Mar 29, 2021, 6:15 PM IST

  • આનંદોલ્લાસથી ધુળેટી ઉજવાઇ
  • લોકોએ પરંપરાગત રીતે ધુળેટીની ઉજવણી કરી
  • ધુળેટીના પર્વ પર શહેરમાં સન્નાટો છવાયો
  • નાથાવાસમાં લોકો ઢોલ નગારાના તાલ પર નાચ્યા

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના વચ્ચે લોકોએ પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી

અરવલ્લીઃ કોરોનાની ગાઇડલાઇનના પગલે મોડાસામાં લોકોએ જાહેરમાં ધુળેટી ઉજવવાનું ટાળ્યુ હતું. ગામડાના લોકોએ પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. જિલ્લાના નાથાવાસમાં સ્થાનિક લોકો ઢોલ નગારાના તાલ પર ઝુમ્યા હતા. એક બીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાંનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે અરવલ્લીના ગામડાઓમાં આજે પણ મોટા ભાગ તહેવારો પરંપરાગત રીતે ઉજવાવામાં આવે છે જેમાં લોક સંસ્કૃતિ ઉજાગર થાય છે.

ધુળેટીના પર્વ પર શહેરી વિસ્તારોમાં સન્નાટો જોવા મળ્યો

ધુળેટીના પર્વ પર શહેરી વિસ્તારોમાં સન્નાટો જોવા મળ્યો

કોરોના મહામારી વચ્ચે અરવલ્લી શહેરી વિસ્તારોમાં સન્નાટો જોવા મળ્યો હતો. મોડાસામાં સામાન્ય સંજોગોમાં ધુળેટીના દિવસે રંગોથી રંગાયેલા યુવાનોના ટોળા નજરે ચડતા હોય છે પરંતુ કોરોનાએ જાણે મોડાસામાં ધુળેટીનો રંગ ફીક્કો કરી નાખ્યો હતો.

આનંદોલ્લાસથી ધુળેટી ઉજવાઇ

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ધુળેટીના તહેવારની ઉજવણીથી લોકો રહ્યાં દૂર

Last Updated : Mar 29, 2021, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details