અરવલ્લી: જિલ્લાના સુપ્રસિદ્વયાત્રાધામ શામળાજીમાં આજે ધુળેટીની (Shamlaji Dhuleti celebration)પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શામળીયા સાથે ધુળેટીનો પર્વ ઉજવવા પધારેલા (Dhuleti 2022) ભક્તોએ આનંદોલ્લાસ સાથે રંગોના પર્વની ઉજવણી કરી હતી.
મંદિરમાં ભક્તોનું ઘોડાપુર -હોળી રંગોનો તહેવારકહેવાય છે. પરંતુ ગુજરાતમાં ધુળેટીનું પણ (Celebration Dhuleti at Shamlaji Temple )એટલું જ મહત્વ છે ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. આજે વહેલી સવારથી જ ભકતોએ લાંબી કતારોમાં ઊભા રહીને ભગવાન શામળીયાના દરબારમાં આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.