- જિલ્લાના શ્રમિકોને લાભ મળશે
- અરવલ્લી જિલ્લામાં “ધનવંતરી આરોગ્ય રથ”નું ઉદ્ધાટન
- સરકારી દવાખાનામાં રીફર કરવામાં આવશે
અરવલ્લીઃ કોરોનાની મહામારી જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં “ધનવંતરી આરોગ્ય રથ”નું ઉદ્ધાટન કરી કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના વરદ હસ્તે રિબીન કાપીને “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરવામાં આવી હતી. જેના થકી જિલ્લાના શ્રમિકોને લાભ મળશે. આ રથ શ્રમિકોના કામના સ્થળે જઇ તેમની આરોગ્યને લગતી તપાસ કરશે અને જરૂર જણાયતો સરકારી દવાખાનામાં રીફર કરવામાં આવશે.
આ પણ વાંચોઃસુરત મનપાએ લગ્ન સ્થળે ધન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી
શ્રમિકો માં વાયરલ ઇનફેક્શન નું ઝડપી નિદાન થશે