અરવલ્લીઃ જિલ્લાના ધનસુરાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં કલ્પેશભાઈ ડી. પ્રજાપતિએ તેમની શિક્ષક તરીકેની સેવાઓ દરમિયાન પોતાને મળેલી ભેટ સોગાદો ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને અર્પણ કરી સમાજને નવો રસ્તો ચિંધ્યો છે.
ધનસુરાના શિક્ષકે ભેટ સ્વરૂપે મળેલી 200 શાલ જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરી - ભેટ સોગાદોની વસ્તું ગરીબોને અર્પણ
અરવલ્લી જિલ્લાના ધનસુરાની પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાની શિક્ષક તરીકેની સેવા દરમિયાન જે ભેટ સોગાદો મળી હતી, તે ભેટ સેગાદો જરૂરિયાત મંદ લોકોને અર્પણ કરી માનવતા મહેકાવી હતી.

Dhansura village teacher
આ શિક્ષકને મળેલી ભેટ સોગાદો તેમજ સન્માનના સ્વરૂપમાં મળેલી શાલ તેઓ ફૂટપાથ ઉપર જીવન વિતાવતા ગરીબો તેમજ હોસ્પિટલમાં સારવાર લેતા અશક્ત દર્દીઓને અર્પણ કરી માનવતાની મહેક પ્રસરાવી છે.
હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે ધનસુરાના આ શિક્ષકની ભેટ સ્વરૂપમાં મળેલી 200 શાલ જરૂરિયાત મંદોને અર્પણ કરી છે. શિક્ષકનું જીવન બાળકો માટે પ્રેરણારૂપ હોય છે, ત્યારે ગરીબ લોકોને મદદ કરી આ શિક્ષકે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.