ગુજરાત

gujarat

ETV Bharat / state

ધનસુરા ટ્રાન્સપોર્ટ એશોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરી - Indefinite strike

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના પગલે દરેક ધંધા પર માઠી અસર થઇ રહી છે. જેમાં સૌથી વધુ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં કપચી, રેતી, મેટલ પુરી પાડતા, જિલ્લાના વડાગામમાં આવેલા ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ધનુસરા ટ્રાન્સપોર્ટરો પણ મુશકેલીમાં મુકાયા છે.

અરવલ્લી
અરવલ્લી

By

Published : Mar 2, 2021, 1:52 PM IST

  • ધનસુરા ટ્રાન્સપોર્ટ એશોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરી
  • પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે ધંધા પર માઠી અસર
  • સૌથી વધુ ફટકો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડ્યો

અરવલ્લીઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના પગલે દરેક ધંધા પર માઠી અસર થઇ રહી છે. જેમાં સૌથી વધુ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં કપચી, રેતી, મેટલ પુરી પાડતા, જિલ્લાના વડાગામમાં આવેલા ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ધનુસરા ટ્રાન્સપોર્ટરો પણ મુશકેલીમાં મુકાયા છે.

ધનસુરા ટ્રાન્સપોર્ટ એશોસિએશ દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો

ઇંધણના ભાવમાં સતત વધારાને પગલે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે કપરા દિવસો શરૂ થયા છે. એક બાજુ ડીઝલનો ભાવ આસમાન આંબી રહ્યો છે. ને બીજી તરફ ભાર વાહક વાહનોનું ભાડું ન વધતા ટ્રાન્સપોર્ટ, ખોટનો ધંધો સાબિત થઇ રહ્યો છે. આ અંગે જિલ્લાના ધનસુરા ટ્રાન્સપોર્ટ એશોસિએશને વડાગામ ખાતે બેઠક યોજી હતી. જેમાં ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમ છતાં રેતી-કપચી અને મેટલનું વહન કરતા ટ્રક-ડંમ્પર સહિત ભાર વાહક વાહનોના ભાડામાં વધારો ન થતા અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details