દર વર્ષે કારતક સુદ ચૌદશ અને પુર્ણીમા એમ બે દિવસ ભરાતા મેળામાં સમગ્ર રાજય સહિત પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી લાખોની સંખ્યામાં ભકતો આવે છે, ત્યારે મેળાના બીજા પૂર્ણિમાના દિવસે યાત્રાધામ ખાતે 1 લાખથી વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં.
શામળાજીમાં કાર્તિક પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું - લોકમેળો
શામળાજીઃ કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હૈયું દળાય તેવી ભીડ જામી હતી. મેળામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશથી લાખો ભક્તો કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડ્યા હતા અને જિલ્લા અને રાજ્યભરમાંથી ખૂબ મોટો ભક્ત સમુદાય ઊમટી પડી કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શામળાજી
કારતક મહિનામાં શામળાજી તીર્થભૂમિ યાત્રાળુઓથી સતત ઊભરાય છે. સ્થાનિકો માટે ખાસ અહીંના આદિવાસી ભાઈ-બહેનો માટે આ લોકમેળો આરાધના ઉમંગ ઉત્સાહનો અવસર બની રહે છે. સ્થાનિકોમાં આ મેળાનો અનોખો મહિમા છે.